બાબરામાં દરજીકામ કરતા એક યુવકને ફોન પર ગાળો આપી ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઉમંગભાઈ રાજુભાઈ મકવાણા (ઉં.વ.૨૦)એ કેવલભાઈ સંજયભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ઉમંગભાઈના મિત્રની બહેન જેતપુર ગામના હર્ષ સાકરીયા સાથે ભાગી ગઈ હતી, જેથી તેઓ તેના મિત્રની બહેનને શોધવા જેતપુર ગયા હતા. આ બાબતની અદાવત રાખી આરોપી કેવલભાઈએ, ‘હર્ષ સાકરીયાની વચ્ચે ક્યાંય આડે નહીં આવવા’ બાબતે ઉમંગભાઈને ફોન પર જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































