મેક્સિકોથી આવી રહ્યા છે. પુએબ્લામાં એક વ્યક્તિએ ૧૦ લોકોની ગોળીબાર કરીને હત્યા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના પૂર્વ-મધ્ય મેક્સીકન રાજ્ય પુએબ્લાના તેહુઇટિઝંગો શહેરમાં બની હતી. બંદૂકધારીના હુમલામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા. પુએબ્લાની જાહેર સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. રવિવારે વહેલી સવારે આ બધાને ગોળી મારી દેવામાં આવી હતી. ફેડરલ અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.
સ્થાનિક અધિકારીઓએ હત્યામાં કોઈ શંકાસ્પદ છે કે નહીં તે જણાવ્યું ન હતું. ફેબ્રુઆરીની શરૂઆતમાં, પુએબ્લા રાજ્યના બીજા શહેર હુએહુએટલાન એલ ગ્રાન્ડેમાં છ લોકો માર્યા ગયા હતા. તેના થોડા દિવસો પછી, પુએબ્લાની રાજધાનીમાં એક વાહન પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. પુએબ્લાના ગવર્નર અલેજાન્ડ્રો આર્મેન્ટાએ હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. તાજેતરમાં મધ્ય મેક્સિકોમાં કાર્ટેલ હિંસા વધી છે, જેના કારણે ૮૦૦ થી ૧,૦૦૦ પરિવારોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.
ગયા મહિને યુક્રેનની રાજધાની કિવમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં એક બંદૂકધારીએ સુપરમાર્કેટમાં કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા અને બાદમાં છ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. જાકે, હુમલાખોરને બાદમાં પોલીસે મારી નાખ્યો હતો. યુક્રેનિયન ગૃહ મંત્રાલયના વડા ઇહોર ક્લિમેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ખાસ પોલીસ ટુકડીએ બંધક બનાવનાર સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા પછી, પોલીસ ટીમ સ્ટોરમાં પ્રવેશી હતી. તેમણે કહ્યું કે બંદૂકધારીએ ધરપકડનો પ્રતિકાર કર્યો ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી. મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના હોલોસિવસ્કી જિલ્લામાં બની હતી.






































