સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી. એડ. સેમેસ્ટર ૧ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત એમ. જે. ગજેરા મહિલા બી.એડ્‌. કોલેજનું ૧૦૦ ટકા પરિણામ સાથે ૧૦૦ ટકા ડિસ્ટીંક્શન આવ્યું છે. આ કોલેજની વિદ્યાર્થિનીઓ-દુધરેજીયા શ્રૃતિ પી. કોલેજ ફર્સ્ટ – ૯૩.૭૬%, ઠોળીયા યશ્વી એસ. કોલેજ સેકન્ડ- ૯૩.૬૦ % અને જોષી ખુશી ડી. કોલેજ થર્ડ – ૯૩.૪૪ % ટકા પ્રાપ્ત કરેલ છે. આ સફળતા મેળવવા બદલ સ્ટાફ-સ્ટુડન્ટ્‌સ-રેન્કરને શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.