શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા ૧૪ મે ૨૦૨૬ના રોજ ૧૫૯માં ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ માનવ જીવનના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો – તંદુરસ્તી, સંપત્તિ અને ખુશી પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે માત્ર કમાણી કરવી એ સંપત્તિ નથી, પરંતુ બચત કરી તેનું યોગ્ય રોકાણ કરવું એ જ સાચું સંપત્તિ સર્જન છે. કાર્યક્રમ દરમિયાન લેખક જગત વિરડીયા લિખિત પુસ્તક ‘તમારા પોતાના દુશ્મન બનવાનું બંધ કરો’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રામાણી પરિવાર દ્વારા સ્વ. અરજણભાઈ રામાણીની સ્મૃતિમાં એક ઓરડાનું દાન જાહેર કરાયું હતું. અંતમાં, સમાજના અગ્રણી સ્વ. ડો. કનુભાઈ માવાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.







































