અમરેલી જિલ્લામાં બ્રાન્ચ ધરાવતી શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધરણ સભા આગામી તારીખ.૩૦ને શનિવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે, પટેલ સમાજ વાડી, શેખપીપરીયા, તા.લાઠી ખાતે યોજાશે. મંડળીની વાર્ષિક સાધરણ સભા અંગે બોર્ડ ઓફ ડિરેકટરોની યાદી જણાવેલ છે કે, કોર્મના અભાવે બેઠક મુલત્વી રહેશે તો તે સ્થળે અડધો કલાક બાદ મીટીંગ મળશે, જે કાયદેસર ગણાશે. મંડળીને લગતી માહિતી કે અન્ય કોઈ બાબતની જાણકારી અંગે તા.રપ સુધીમાં લેખિતમાં હેડ ઓફિસમાં રજુઆત કરવાની રહેશે. તો આ વાર્ષિક સાધરણ સભામાં તમામ સભાસદોને બોર્ડ ઓફ ડિરેકટરો વતી ચેરમેન ગોરધનભાઈ ગેડીયાએ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.






































