અમરેલી શહેરમાં નાગનાથ બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચાલક ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે દારૂની બોટલો, બાઈક મળી ૪૦૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.લીલીયા, નાવલી બજાર પાસેથી ૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે વિવિધ જગ્યાએથી ૧૭ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.