રાજુલાના જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર પાઠવી માંગી કરી છે કે ચોમાસાની આગામી સીઝન પૂર્વે ખેડૂતોને ખેતીકામ જેમ કે ખેડ કરવા અને રોટાવેટર ચલાવવા માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તે જરૂરી છે. હાલમાં ડીઝલની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ પોતાનું કામ પડતું મૂકીને ડીઝલ મેળવવા દોડધામ કરી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે ડીઝલ પંપ પરથી બેરલમાં ડીઝલ આપવાની વ્યવસ્થા કરવા અને ખેડૂતો માટે ડીઝલનો પૂરતો જથ્થો અનામત રાખવામાં આવે તેમ જણાવ્યું હતુ.







































