આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. તેના વિભિન્ન કારણો છે. આમ છતા ખેતી સાથે લગાવ ધરાવતા કેલાક
જાગૃત ખેડૂતો ખેતીમાં સફળ જઈ રહ્યા છે. માત્ર થોડી જમીનમાં પણ નિયમિત સારી આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિંગળી ગામના પ્રગતિશીલ ખેડુતશ્રી નારસંગભાઈ લખમણભાઈ મોરીએ આજથી લગભગ ૧૦-ર૦ વર્ષ પહેલા પ્રાકૃતીક ખેતિની શિબિર કૃષિના રૂષિ એવા પ્રફુલભાઈ સેંજલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેના ગયા પછી ખેતીને જીવંત રાખીને સુભાષ પાલેકરજીના આયામો ઉપર ખેતી કરવાની મને પ્રેરણા મળી. ધો-૧ર સુધીનો અભ્યાસ ધરાવતા નારંસગભાઈ મોરીની ઉંમર પ૪ વર્ષની છે. અને પ્રાકૃતિક ખેતીના રંગે રંગાયા, ચોમાસામાં, મિશ્ર પાક પધ્ધતિથી વાવેતર કરે છે. જેમાં મગફળીના પાકમાં તલ, દેશી બાજરીની છાંટ અને મકાઈ નાખે છે. મિશ્ર ખેતી પાક પધ્ધતિનો ફાયદો એ છે કે વનસ્પતિ એ સહ જીવનમાં મોટી થાય છે. ઉપરાંત બાજરી, જુવાર, મકાઈ ઉપર પંખીઓ આવે એટલે પાકમાં આવતી ઈયળોનુ નિયંત્રણ થાય છે. ભૂતકાળમાં વડીલો આ પ્રકારે મિશ્ર પાક પધ્ધતિથી ખેતી કરતા હતા.
ઉત્પાદન આવેલા પાકોનુ વેલ્યુએડીશન કરીને વેચાણ કરે છે. જેમાં મગફળીમાંથી તેલ કાઢીને વેચાણ કરે છે. જયારે કાળા તલનું તેલ રૂ.પ૦૦ ના ભાવે કિલોથી વેચાણ કરે છે. જયારે કાળાતલ રૂ.૪૦૦ના ભાવે કિલો વેચાણ કરે છે. આ ઉપરાંત દેશી બાજરી(કાંટાવાળી) તેના ડુંંડા ખેડૂતો બિયારણમાં લઈ જાય છે. એક ડુંંડાનો ભાવ રૂ.રપ મેળવે છે.
શિયાળમાં બંસી ઘઉંનુ વાવેતર કરે છે. અને પોતાના નિયમિત ગ્રાહકો એડવાન્સ બુકીંગ કરાવી દે છે. ગતવર્ષ રૂ.૧૪૦૦ના ભાવથી ર૦ કિલો ગ્રેડીશ, શોર્ટીંગ, પેકિંગ કરીને વેચાણ કરેલ હતા.
એક એકર જમીનમાં પંચ સ્તરીય જંગલ મોડેલ ફાર્મ ઉભુ કરેલ છે. જેમાં આંબા, લીંબુ, સરગવા, પપૈયા, જામફળ, નાળીયેરી વાવેતર કરેલ છે. જંગલ મોડેલ ફાર્મમાં ખેડાણ કરવામાં આવતુ નથી. દવા છાંટવામાં આવતી નથી અને સંપૂર્ણ ઝેર મુકત ઉત્પાદન મેળવવામાં આવે છે. જમીનમાં કાર્બનયુકત પ્રમાણ જળવાય રહે છે. દેશી ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને રોગ જીવાત નિયંત્રણ થાય છે. એક એકરના આ મોડેલ ફાર્મમાંથી ખર્ચ કાઢતા ૬થી ૭ લાખની આવક થાય છે. ઉપરાંત આ મોડેલ ફાર્મમાં દેશી સરગવાનું વાવેતર કરેલ છે. જેની શિંગોનો લાંબી અને ભરાવદાર હોય છે. ન્યુટ્રીશન વેલ્યુ હાઈ હોય છે. આ સરગવાનું બિયારણ વર્ષમાં એકાદ લાખુનું વેચાણ કરે છે. આમ નારસંગભાઈ સફળ ખેડૂત છે. તેનો સંપર્ક નં. ૯૪ર૭૭ પર૩૮૧ છે.
: તિખારો:
સમય, સફળતા અને વિશ્વાસ આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું પણ જ્યારે ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સાચા અને સજ્જન માણસોને સમજાય છે બાકી જુઠ્ઠા લોકો તો ઉપરની ત્રણેય બાબત છોડવાની તકની રાહ જોતા હોય છે.











































