ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ અને આઇપીએલ ૨૦૨૬ માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસન અચાનક ભારતીય ટીમની જર્સીમાં ચૂપ થઈ ગયો છે. સતત ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ, ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે તેની બેટિંગમાં ટેકનિકલ ખામી તરફ ધ્યાન દોર્યું છે. તેમનું માનવું છે કે વિરોધી બોલરોએ સંજુ સેમસનને આઉટ કરવાનો એક ચોક્કસ રસ્તો શોધી કાઢ્યો છે.
ઇરફાન પઠાણે કહ્યું કે સંજુ સેમસન સામે, તમે બોલને તેનાથી દૂર રાખવા માંગો છો. ભલે તમે બોલને દૂર ન ખસેડો, તમે હજી પણ ઓફ-સ્ટમ્પની બહાર લાઇન રાખવા માંગો છો, કારણ કે તેનો બેટ ફેસ બંધ હોય છે. જ્યારે બેટ ફેસ બંધ હોય છે અને તે ઓફ-સાઇડ પર શોટ રમવાનો પ્રયાસ કરે છે, ત્યારે બેટનો ફેસ ઘણીવાર ખુલે છે.
આયર્લેન્ડ સામેની પ્રથમ ટી ૨૦માં, સંજુએ કવર પર ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ અંદરની ધાર લઈને સીધો સ્ટમ્પ પર ગયો. બીજી મેચમાં, તેણે ઇનકમિંગ ડિલિવરીને ખોટી રીતે સમજી અને આઉટ થયો. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ પણ આ જ પરિસ્તિથિનું પુનરાવર્તન થયું. તેણે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ચલાવ્યો અને કેચ થઈ ગયો અને પેવેલિયન પાછો ફર્યો.
ઇરફાન પઠાણે આગળ કહ્યું કે આ જ કારણ છે કે અમે તેને Âસ્લપમાં, વિકેટકીપરની પાછળ અને સ્ક્વેરમાં ઘણી વખત કેચ આઉટ થતો જાયો છે. યોજના તેને આઉટ કરવાની હતી. તે મુજબ ફિલ્ડ બદલવામાં આવ્યું, બોલરે એક જ લાઇન પર બોલિંગ કરી, થોડી ટૂંકી લેન્થ રાખી, જ્યાં બોલ થોડો અટકી રહ્યો હતો, અને સંજુ ત્યાં આઉટ થયો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માને છે કે જા સંજુ સેમસન આંતરરાસ્ટ્રીય ક્રિકેટમાં સતત સફળતા મેળવવા માંગે છે, તો તેણે ઓફ-સ્ટમ્પની બહાર બોલ સામે તેની ટેકનિક પર કામ કરવું પડશે. હાલમાં, વિરોધી ટીમો આ નબળાઈને નિશાન બનાવી રહી છે અને તેને વહેલા આઉટ કરવામાં સફળ થઈ રહી છે.