લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયાના સક્રિય પ્રયાસોને પરિણામે બાબરા તાલુકાના જીવાપર અને કરીયાણા ગામને જોડતા બિસ્માર માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. લાંબા સમયથી આ રસ્તો જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો અને મુસાફરોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ધારાસભ્યની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગે આ કામ માટે નાણાં ફાળવતા હવે માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સુગમ બનશે. આ નિર્ણય માટે ધારાસભ્ય જનક તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યથી જીવાપર, કરીયાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના સમય અને શ્રમની બચત થશે. રસ્તો બનવાના સમાચારથી સમગ્ર પંથકના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.