દેશભરમાં મંદિર-મસ્જિદ સંબંધિત મુદ્દાઓ વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ફરી ચર્ચામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિત દ્વારા એક પોડકાસ્ટ દરમિયાન આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. તેમના નિવેદન પર મુક્તાનંદ સ્વામીએ પણ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
પોડકાસ્ટ દરમિયાન અબ્દુલ બાસિતે ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી અને સંભલ જેવા ધાર્મિક સ્થળોના વિવાદો સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ભરૂચમાં આવેલી જામા મસ્જિદ આશરે ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂની છે અને તેનો સંબંધ ખિલજી વંશના સમય સાથે જાડાય છે.
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર એવા દાવા સામે આવ્યા છે કે મસ્જિદમાં હિન્દુ અને જૈન ધર્મ સાથે જાડાયેલા કેટલાક અવશેષો અથવા નિશાનીઓ જાવા મળે છે. તેમણે એ પણ કહ્યું કે જા ઇતિહાસમાં આ સ્થળે જૈન મંદિર રહ્યું હોય તો તે શક્યતા નકારી શકાય નહીં. જાકે, સદીઓ જૂના ઇતિહાસના આધારે આજના સમયમાં ધાર્મિક સ્થળોની સ્થિતિ બદલવાનો નિર્ણય કાયદાકીય પ્રક્રિયા અને પુરાવાના આધારે જ થવો જાઈએ.
અબ્દુલ બાસિતના નિવેદન બાદ મુક્તાનંદ સ્વામીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ પોતાના નિવેદનમાં જ સ્વીકાર્યું છે કે ભૂતકાળમાં આ સ્થળે જૈન મંદિર હોવાની શક્યતા હતી.તેમણે વધુમાં કહ્યું કે ભારતના સ્થાનિક ધાર્મિક અને ઐતિહાસિક મુદ્દાઓ પર વિદેશી વ્યક્તિઓ દ્વારા જાહેર નિવેદનો આપવાની જરૂરિયાત શા માટે ઉભી થાય છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. તેમના મતે આવા મુદ્દાઓનો ઉકેલ ભારતીય કાયદા અને સંવિધાનિક પ્રક્રિયા મુજબ જ થવો જાઈએ.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને દાવાઓ વાયરલ થયા હતા, જેમાં ભરૂચની જામા મસ્જિદમાં હિન્દુ અને જૈન સ્થાપત્ય સાથે જાડાયેલા અવશેષો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક સંગઠનો દ્વારા સ્થળના સર્વેની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.બીજી તરફ, આ દાવાઓ અંગે વિવિધ પક્ષો અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ મુદ્દે કોઈ અંતિમ કાનૂની અથવા સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.
હાલ સમગ્ર મામલે વિવિધ દાવા અને પ્રતિવાદો સામે આવી રહ્યા છે. જાકે, સ્થળના ઇતિહાસ, માલિકી અથવા ધાર્મિક સ્વરૂપ અંગેનો કોઈપણ અંતિમ નિર્ણય સંબંધિત અદાલત અથવા સક્ષમ સત્તાવાળાઓની કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.