રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી ૧૦૦ દિવસની ટીબી નિદાન ઝુંબેશ હેઠળ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી આરોગ્ય કેન્દ્ર ખાતે હેન્ડહેલ્ડ ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા વિશેષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ટીબીના શંકાસ્પદ દર્દીઓ તેમજ જોખમી લક્ષણો ધરાવતા લાભાર્થીઓના છાતીના ડિજિટલ એક્સ-રે લેવામાં આવ્યા હતા અને તબીબી તપાસ કરીને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આધુનિક ટેકનોલોજી દ્વારા સ્થળ પર જ મફત અને ઝડપી નિદાન સુવિધા આપવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડા. કુરેશી અને તાલુકા હેલ્થ ઓફિસર ડા. મયુર ટાંકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેને સફળ બનાવવા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર સંદીપભાઈ જોષી, મેડિકલ ઓફિસર ડા. ભગીરથ, એક્સ-રે ટેકનિશિયન અમરીશભાઈ અને સ્થાનિક આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.