ધારીના સરસીયા ગામે એક આધેડ પુરુષને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ધીરૂભાઇ રામજીભાઇ આગરોલીયાએ હસમુખભાઇ મોહનભાઇ ચારોલા, મુનીબેન હસમુખભાઇ ચારોલા, હર્ષદભાઇ હસમુખભાઇ ચારોલા, નરેશભાઇ હસમુખભાઇ ચારોલા,હિતેષ હસમુખભાઇ ચારોલા તથા હસમુખભાઇના ભત્રીજા મેરૂ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ મૂઢમાર મારીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.