દામનગર નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારે વરસાદી પાણી ભરાઈ જતાં અરજદારો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસકાર્યો પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી. પરિણામે દર વર્ષે સમાન સ્થિતિ સર્જાય છે. વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તેવી કાયમી અને સુદૃઢ વ્યવસ્થા કરવી સમયની માંગ બની છે.










































