બાબરા તાલુકાના ગરણી ગામે રાજ્ય સરકારનાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અમરેલી જીલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા ગરણી પ્રા. શાળા ખાતે અંદાજે ૧૯ ભુલકાઓને કુમ કુમ તીલક અને શૈક્ષણીક કીટ આપીને સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે પોલીસ વડાએ જણાવ્યું હતું કે, બાળકોનાં સર્વાંગી વીકાસ માટે શીક્ષણ સૌથી મજબુત પાયો છે તેમજ વાલીઓને બાળકોને નીયમીત શાળાએ મોકલવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં અન્ય આગેવાનોએ પણ બાળકોને આવકારેલ અને ત્યાર બાદ શાળાનાં મેદાનમાં હાજર મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.










































