કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો પશ્ચિમ બંગાળમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી સહિત વિવિધ અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન, અલ નીનોની અસર તેમજ સરકારી કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૨૨૯ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.