વડીયા-મોટી કુંકાવાવ તાલુકાની રામપુર પ્રાથમિક શાળા, તોરી બી. વી. કોટડીયા પ્રાથમિક શાળા અને તોરી આદર્શ માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલી જિલ્લા પોલીસ વડા (એસપી) સંજય ખરાત અને ડી.વાય.એસ.પી. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનનું મહ¥વનું ભાથું છે. આ સાથે જ તેમણે માર્ગ અકસ્માતો ન થાય તે માટે વિસ્તૃત માહિતી આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન તોરી આઝાદ યુવક મંડળ દ્વારા શાળામાં પ્રવેશ મેળવતા દરેક બાળકને અભ્યાસ ઉપયોગી કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તોરીના સરપંચ પરેશભાઈ કોટડીયા, રામપુરના સરપંચ વીતુબેન કોટડીયા, કિશોરભાઈ બસીયા, બાલુભાઈ હીરપરા, ભલાભાઈ, બારીયાભાઈ અને ભાયાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેષભાઈ,ભાલુબેન અને ધ્રુવબેન દ્વારા કરવામાં આવ્યું હતું.