અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મહિલા ઉમેદવારોને રોજગારીની વધુ તકો પૂરી પાડવા માટે આગામી ૨૩ જૂન ૨૦૨૬ના રોજ મહિલા વિશેષ ભરતીમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજ ખાતે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે યોજાશે, જેમાં એલ.આઈ.સી, સિંટેક્ષ, એચ.ડી.એફ.સી લાઈફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લેવાની છે. મેળામાં મશીન ઓપરેટર, વીમા સખી, બ્રાન્ચ મેનેજર અને ટ્રેનિંગ મેનેજર જેવી વિવિધ મહત્વની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.આ ઉત્તમ તકનો લાભ ધોરણ ૧૦, ૧૨, આઈ.ટી.આઈ અને સ્નાતક લાયકાત ધરાવતી તમામ મહિલા ઉમેદવારો લઈ શકશે. જે ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ પણ પોતાના ઓળખપત્ર અને શૈક્ષણિક દસ્તાવેજો સાથે આ મેળામાં સીધા જ ભાગ લઈ શકશે. આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરીનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકે છે.