અમરેલી એલ.સી.બી. પોલીસ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તથા બાતમીના આધારે ખૂનનો ગંભીર ગુનો આચરનાર આરોપી મયુર મુકેશભાઇ વણોદીયા (ઉં.વ.૧૯) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસને સોંપ્યો છે.ગુનાની વિગત અનુસાર, ગત ૨૩ જૂન ૨૦૨૬ના રોજ ઝુંપડા પાસે દાદી નંદાબેન સાથે ઝઘડો કરી રહેલા આરોપી મયુરને તેનો સગા ભાઈ મનોજ અને મુકેશ વણોદીયા સમજાવવા વચ્ચે પડ્‌યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ મુકેશને જાનથી મારી નાખવાના ઈરાદે તેની છાતી પર છરીનો મરણતોલ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. નંદાબેનની ફરિયાદના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી પી.આઈ. સી.પી.વાઘેલા, પી.એસ.આઈ. ગોહિલ અને વાઘેલા સહિતની એલ.સી.બી. ટીમે પાર પાડી હતી.