રાજુલા-ઉના માર્ગ પર આવેલા ભાવનગર–સોમનાથ હાઇવે પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર પસાર થઈ રહેલી બાઈક અચાનક રસ્તા પર આવેલી ગાય સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર રામભાઈ દિલુભાઈ સોલંકી (ઉ.વ. ૨૫), રહેવાસી રાજુલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કરણભાઈ હકુભાઈ સોલંકી (ઉ.વ. ૩૦) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં હાઇવે ૧૧૨ પેટ્રોલિંગ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગાયનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.








































