આયુષ્માન આરોગ્ય મંદિર-વાંશિયાળી ખાતે ૨૨ જૂન ૨૦૨૬ના રોજ લઘુ શિબિર અને મેલેરિયા કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. જેમાં નાગરિકોની બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સામાન્ય આરોગ્યની વિનામૂલ્યે તપાસ કરી દવાઓ અપાઈ હતી. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અને ચેપી રોગોથી બચવા માર્ગદર્શન અપાયું હતું. આરોગ્ય કર્મચારી મહેશભાઈ ધાંધલા અને સ્ટાફે શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.








































