દામનગર શહેરમાં બેંકના એટીએમ સામે આવેલું વર્ષો જૂનું વૃક્ષ નમી ગયેલી હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આ વૃક્ષ જૂની દિવાલ અને જાહેર મૂતરડીની બાજુમાં આવેલું છે અને લાંબા સમયથી જોખમી સ્થિતિમાં ઉભું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ
વૃક્ષ કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે, જેના કારણે રાહદારીઓ, પશુઓ તેમજ આસપાસના લોકોને જાનમાલનું નુકસાન થવાની ભીતિ છે.
વિસ્તારમાં સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને વહેલી તકે સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જોખમી વૃક્ષ દૂર કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.









































