મોટા મોભીયાણા ગામે રહેતા શૌકતઅબ્બાસ મહમદહુસેન નકવી (ઉ.વ. ૪૭) એ હાલ રાજુલામાં રહેતા મૂળ મોટા મોભીયાણા ગામના જનકભાઇ મોહનભાઇ સોલંકી તથા અંજવાળીબેન મોહનભાઇ સોલંકી સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, મોટા મોભીયાણા ગામની સર્વે નંબર ૫૫ વાળી જમીન બાબતે સામાવાળાઓ દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત વિખવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ સર્વે નંબર ૫૫ વાળી જમીન સાથે આ કામના ફરિયાદી તેમજ સાહેદોને કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ કે લેવા-દેવા નથી. છતાં સામાવાળાઓ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ કરવામાં આવતી હતી.
એટલું જ નહીં, ફરિયાદી અને સાહેદોને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવા માટે ખોટી એફ.આઈ.આર. (FIR) પણ દાખલ કરાવવામાં આવી હતી.આરોપીઓના આ કૃત્યના કારણે સમાજ અને સગા-સંબંધીઓમાં ફરિયાદી પક્ષની છબી ખરડાઈ હતી અને તેમની સામાજિક પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ અંગે ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































