અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ, નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ દ્વારા પ્રાથમિક બાળ શિક્ષણને વધુ મજબૂત બનાવવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો છે. બાળકોમાં શીખવાની સાથે સર્જનાત્મકતા વિકસે તેવા હેતુથી જાફરાબાદના લાઈટહાઉસ રોડ સ્થિત બે આંગણવાડી, વાપરિયા અને બાબરકોટ આંગણવાડી મળીને કુલ ૪ કેન્દ્રોમાં શૈક્ષણિક દ્રશ્યોનું આકર્ષક પેઇન્ટિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે.આ દ્રશ્ય આધારિત ચિત્રો બાળકોના માનસિક વિકાસમાં અને નિયમિત ઉપસ્થિતિ વધારવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.








































