ભીમ અગિયારશ અને મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને લીલીયા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી લીલીયા પોલીસે વિશેષ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. પી.આઈ. એમ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની આગેવાનીમાં પોલીસ સ્ટાફે શહેરના મુખ્ય તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરમાં ભાઈચારો, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.








































