વડિયા તાલુકાના ખડખડ ગામે ઇમામ હુસૈન (અ.સ.) ની શહાદત નિમિત્તે મુસ્લિમ ભાઈઓ દ્વારા છબીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહદારીઓ અને ગ્રામજનોને ઠંડુ શરબત તેમજ પૌવા-બટેટાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. કાર્યક્રમ દ્વારા ઇમામ હુસૈન (અ.સ.) ના બલિદાન, માનવતા, સેવા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.