નાની કુંડળ ખાતે શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રારંભે યોજાયેલા આ કાર્યક્રમમાં નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સંયુક્ત સચિવ વનરાજભાઈ પઢારિયા, જિલ્લા કો-ઓર્ડિનેટર ચૌહાણ, ઝ્રઇઝ્ર સંજયભાઈ વસાવા, બાબરા તાલુકા પંચાયતના ચેરમેન માધવભાઈ કટારિયા, સરપંચ વિનોદભાઈ તલાવડિયા, ઉપસરપંચ અશ્વિનભાઈ સોલંકી સહિત ગામના અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.








































