જાફરાબાદના ટીંબી ગામે સાસુ વહુને તાવેથો લઈ મારવા દોડ્યા હતા અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે બેનાબેન મુકેશભાઈ ગોહિલે (ઉ.વ.૩૩)ફરિયાદ નોંધાવી છે કે, તેમના લગ્નજીવન દરમિયાન પતિ મુકેશભાઈ કંઈ કામ-ધંધો કરતા ન હોય તેમજ ઘરકામ બાબતે અને એનકેન પ્રકારે વાતવાતમાં મેણાટોણા મારતા હતા. પતિ મુકેશભાઈએ ઢીંકાપાટુનો માર માર્યો હતો તથા સાસુ ફુલુબેને તાવેથો લઈને મારવા દોડી, જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































