અમરેલી જિલ્લામાં મહોરમ નિમિત્તે હઝરત ઈમામે હુસૈનની યાદમાં આશુરાના દિવસે સાવરકુંડલા રાત્રે તાજીયા પડમાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ તાજીયાના દીદાર કરી માનતાઓ પૂર્ણ કરી હતી, જ્યારે હિન્દુ સમાજના લોકોએ પણ આસ્થાપૂર્વક માથું ટેકવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એસપી સંજય ખરાત, ડીવાયએસપી વિરલ ચંદન, પી.આઈ. સોલંકી, એલસીબી, એસઓજી અને પોલીસના અન્ય અધિકારીઓ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા. લીમડી ચોક ખાતે સરકાર મુનિરબાપુ કાદરીની દુઆ સાથે પોલીસ અધિકારીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના સિપાહી જમાત, નેરડી વિસ્તાર, ખાટકીવાડ, મણિનગર, બગદાદનગર અને સંધિચોક સહિતના વિસ્તારોમાંથી કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા. ઢોલના તાલે યુવકોએ પરંપરાગત રમતો રજૂ કરી હતી.