ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રકૃતિના રમણીય વાતાવરણ વચ્ચે વહેલી સવારે યોગ સાધકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક યોગ અને પ્રાણાયામમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.આ પ્રસંગે “યોગ થકી સ્વસ્થ સમાજ”નો સંદેશ આપવામાં આવ્યો હતો.