રામપર પ્રાથમિક શાળામાં તા. ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા રમતગમત અધિકારી પૂનમબેન ફુમકિયા, લાયસન્સ ઓફિસર નિલેશભાઈ બઢિયા, ગામના સરપંચ બાબુભાઈ અમદાવાદી, જિલ્લા પંચાયતના સભ્ય સંજયભાઈ તારપરા, તાલુકા કારોબારી સદસ્ય ચિરાગભાઈ પરમાર તથા તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, દાતાઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.