ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યો માટે વડોદરાના વતની અશોકભાઈ શેઠ (પુષ્પા એન્ડ હસમુખ શાહ ેંજીછ ફાઉન્ડેશન) દ્વારા ૧,૦૦,૦૦૦ અમેરિકન ડોલર (રૂ. ૯૩,૦૨,૦૦૦/-) નું માતબર અનુદાન આપવામાં આવ્યું છે. હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ.રાજપરા સાથે થયેલી ચર્ચા મુજબ, આ રકમમાંથી નવનિર્મીત બિલ્ડીંગ નં.૨ ના આંખ વિભાગના ઓપરેશન થિયેટરના આધુનિક સાધનો માટે રૂ. ૩૭,૫૯,૦૦૦ અને ૧૫૫ પેશન્ટબેડ ખરીદવા માટે રૂ. ૫૫,૪૬,૦૦૦ નો ઉપયોગ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉદારદાતા પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ ૮૩ લાખ રૂપીયાથી વધુનું દાન મળેલ છે. હોસ્પિટલના ટ્રસ્ટીમંડળે આ અનન્ય સેવાકાર્ય બદલ શેઠ પરિવારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.