ખાંભા ખાતે ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા અમરીશભાઈ જોશીના સહયોગથી ૧૦૦થી ૧૫૦ જેટલા નાના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે. નિરાધાર લોકોને કરિયાણા કીટ, વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ સહિત અનેક સહાય પૂરી પાડતી સંસ્થા દ્વારા આ સેવા યોજાઈ હતી. કાર્યક્રમમાં અમરીશભાઈ જોશી, દિલુભાઈ ખુમાણ અને ભરતભાઈ સખવાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








































