સ્વ. રામભાઈ દુલાભાઈ કાગની ૨૮મી પુણ્યતિથિ નિમિત્તે કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અમરેલી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૫ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૦ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦ વાગ્યા સુધી આહિર જ્ઞાતિની વાડી, બાબરીયાધાર ગામ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી ખાતે યોજાશે.કેમ્પમાં એચસીજી હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.









































