સરકારી આટ્ર્સ અને કોમર્સ કોલેજ, લીલીયાના એનસીસી કેડેટ ચૌહાણ ક્રિશ રાજુભાઈએ મધ્યપ્રદેશના અમરકંટક ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત નેશનલ કેમ્પ સ્પેશિયલ ટ્રેકિંગ કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોલેજનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. તારીખ ૯ જૂનથી ૧૬ જૂન દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં કેડેટ્સને નેવિગેશન, વાઇલ્ડરનેસ સેફ્ટી, ટેન્ટ પિચિંગ, રૂટ પ્લાનિંગ તેમજ પર્વતારોહણ સંબંધિત વિવિધ સાહસિક અને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. ચૌહાણ ક્રિશે તમામ પડકારજનક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ, એનસીસી ઓફિસર ડા. મહેશ એસ. ગઢિયા તેમજ સમગ્ર કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.








































