ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાની હાર બાદ,ઈન્ડિયા ગઠબંધનમાં સાથી પક્ષો સામે ક્રોસ વોટિંગના આરોપોને લઈને વિવાદ વધ્યો છે. સીપીઆઇ એમએલ લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ કોંગ્રેસ પ્રમુખ મÂલ્લકાર્જુન ખડગેને પત્ર લખીને તેમના પક્ષના ધારાસભ્યો સામેના આરોપોનો સખત વિરોધ કર્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓ દ્વારા પાર્ટીના ધારાસભ્યો સામે લગાવવામાં આવેલા આરોપોને “ખોટા, પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ” ગણાવ્યા છે.
દીપાંકર ભટ્ટાચાર્યએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે સીપીઆઇ એમએલ લિબરેશન શરૂઆતથી જ ઇÂન્ડયા ગઠબંધનનો પ્રતિબદ્ધ સાથી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પક્ષના બંને ધારાસભ્યોએ વિરોધ પક્ષોની બેઠકમાં નક્કી કરાયેલી રણનીતિ મુજબ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાના પક્ષમાં મતદાન કર્યું હતું. ભટ્ટાચાર્યએ એમ પણ કહ્યું હતું કે તેમના પક્ષના મતદાન એજન્ટોએ મતદાન પહેલાં બંને મતોની પુષ્ટિ કરી હતી.
ભટ્ટાચાર્યનો આરોપ છે કે તેમના પક્ષ વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે અને તેની છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બિહાર અને ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભાની અનેક ચૂંટણીઓમાં તેમના પક્ષના ધારાસભ્યોએ સતત વિપક્ષી ઉમેદવારોને ટેકો આપ્યો હતો. સીપીઆઈ(એમએલ) નેતાએ પત્રમાં લખ્યું છે કે,
“અમને એ જાઈને આઘાત લાગ્યો છે કે કોંગ્રેસ ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીમાં તેના ઉમેદવાર પ્રણવ ઝાની હાર માટે અમારા ધારાસભ્યોને દોષી ઠેરવી રહી છે. આ એક દ્વેષપૂર્ણ જૂઠાણું છે. અમારા બંને ધારાસભ્યોએ યોજના મુજબ શ્રી ઝાને મત આપ્યો.”
સીપીઆઈ(એમએલ) નેતાએ માંગ કરી હતી કે કોંગ્રેસ પ્રમુખ તપાસ અને પુરાવા વિના સાથીઓ સામે પક્ષના નેતાઓને આરોપ લગાવતા અટકાવે. તેમણે કહ્યું કે આવા આરોપો આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધનના સાથીઓ વચ્ચે પરસ્પર વિશ્વાસને નબળી પાડે છે. નોંધનીય છે કે ગુરુવારે, સીપીઆઈ(એમએલ) લિબરેશે સ્પષ્ટતા કરી હતી કે તેના બંને ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો. પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોનો ટેકો મેળવવામાં નિષ્ફળ રહી છે.
ખરેખર, ઝારખંડ કોંગ્રેસના પ્રભારી કે. રાજુએ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાની હાર માટે રાજદ અને સીપીઆઇ એમએલ લિબરેશનને જવાબદાર ઠેરવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે બંને પક્ષોએ કોંગ્રેસના ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું નથી. ઝારખંડમાં બે રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીમાં,એનડીએ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર પરિમલ નથવાણીએ એક બેઠક જીતી. બીજી બેઠક ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર વૈદ્યનાથ રામને મળી.
ચૂંટણી પરિણામો અનુસાર, પરિમલ નથવાણીને ૨૮ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને ૨૦ મત મળ્યા. જેએમએમ ઉમેદવાર વૈદ્યનાથ રામને ૩૦ મત મળ્યા. મતદાન દરમિયાન કુલ ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા, જેમાં ભાજપના બે અને કોંગ્રેસના એક મતનો સમાવેશ થાય છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં શાસક ઇÂન્ડયા ગઠબંધન પાસે ૫૬ ધારાસભ્યો છે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે ૨૪ ધારાસભ્યો છે. રાજ્યસભા ચૂંટણી પરિણામો બાદ, ગઠબંધનમાં ક્રોસ-વોટિંગ અંગે આરોપો અને પ્રતિ-આરોપ વધુ તીવ્ર બન્યા છે.