યુએસ અને ઈરાન વચ્ચેના કરાર બાદ, વાણિજ્યક જહાજા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફરી પસાર થવા લાગ્યા છે. જોકે, યુએસના ઉપપ્રમુખ જેડી વાન્સે ઈરાન તરફથી ભવિષ્યમાં ટોલ ટેક્સની શક્યતાનો સીધો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે વૈશ્વીક તેલ, શિપિંગ અને ઉર્જા ક્ષેત્રોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જ્યારે બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરાયેલ સમજૂતી કરાર શરૂઆતના ૬૦ દિવસ માટે જહાજાને “કોઈપણ ફી વિના સલામત માર્ગ” ની ખાતરી આપે છે, ત્યારે વિશ્વભરના જહાજ માલિકો અને ઉર્જા કંપનીઓ આ સમયગાળા પછી જળમાર્ગના કાયમી શાસન અને દરિયાઈ સેવાઓ નક્કી કરવા માટે ઈરાન, ઓમાન અને અન્ય ગલ્ફ દેશો વચ્ચે આગામી ત્રિપક્ષીય વાટાઘાટો પર નજીકથી નજર રાખી રહ્યા છે.
દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં મૃત્યુઆંક ૧૮ થયો છે, જેમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. લેબનીઝ નેશનલ ન્યૂઝ એજન્સી એ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે મધ્યરાત્રિથી હુમલાઓ ચાલુ છે. લેબનીઝ જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિ પછી થયેલા હુમલાઓમાં ૩૩ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.
ઇઝરાયલ અને લેબનોન વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં ચાર સૈનિકો માર્યા ગયા છે. એસોસિએટેડ પ્રેસને ટાંકીને, ઇઝરાયલી સેનાએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ લેબનોનમાં લડાઈ તીવ્ર બની છે. તીવ્ર ગોળીબાર દરમિયાન ચાર સૈનિકો માર્યા ગયા.
ઈરાન કહે છે કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયલી હુમલાઓના અંત સાથે, કબજા પણ સમાપ્ત થવો જાઈએ. બીજી તરફ, ઇઝરાયલ કહે છે કે ઈરાન સમર્થિત શિયા લશ્કર હિઝબુલ્લાહ એક ખતરો છે. તેથી, સેના પાછી નહીં હટે. ઇઝરાયલ દલીલ કરે છે કે તેને હિઝબુલ્લાહ સામે લડવા માટે સંપૂર્ણ સ્વતંત્રતાની જરૂર છે, કારણ કે તેના લડવૈયાઓ ઉત્તર ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે.
મંત્રણા મુલતવી રાખવાના સમાચાર હિઝબુલ્લાહ સાથે રાજકીય રીતે જોડાયેલી પેન-અરબ સેટેલાઇટ ચેનલ અલ-માયાદીન પર પ્રસારિત થયેલા એક સમાચાર અહેવાલ પછી આવ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે લેબનોનમાં ઇઝરાયલના લશ્કરી કાર્યવાહીને કારણે ઇઝરાયલ તેના પ્રતિનિધિમંડળને સ્વિટ્ઝર્લૅન્ડ મોકલવામાં વિલંબ કરી રહ્યું છે.
આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધમાં, ઇઝરાયલે અમેરિકા સાથે મળીને તેહરાનમાં અનેક લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા. ૧૧૧ દિવસના યુદ્ધ દરમિયાન, ઇઝરાયલના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બાદમાં, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો શરૂ થઈ, જેમાં સતત ઇઝરાયલી હુમલાઓ એક મુખ્ય મુદ્દો હતો.
લેબનોનમાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીને પગલે પશ્ચિમ એશિયામાં તણાવ ફરી ભડકવાની ધારણા છે. ૧૧૧ દિવસના સંઘર્ષ પછી, ઈરાન અને અમેરિકા યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર પર પહોંચ્યા. ઈઝરાયલે ઈસ્લામાબાદ એમઓયુ તરીકે ઓળખાતા આ કરારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. શુક્રવારે રાત્રે દક્ષિણ લેબનોનમાં ઈઝરાયલી સેનાએ અનેક સ્થળો પર હુમલો કર્યો. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, ઈઝરાયલી હુમલા બાદ હિઝબુલ્લાહે જોરદાર વળતો હુમલો કર્યો.લેબનોનમાં ઈઝરાયલી સૈન્યના હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે ઈરાન યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં બંને દેશો વચ્ચેની વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની મુલાકાત અંગે અમેરિકાએ કહ્યું છે કે સમયપત્રક પછીથી જાહેર કરવામાં આવશે. એ પણ નોંધનીય છે કે પશ્ચિમ એશિયામાં સાડા ત્રણ મહિનાથી વધુ સમયથી તણાવ ચાલુ છે. ઇઝરાયલ પછી, ફ્રાન્સે ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના કામચલાઉ કરારમાં અવરોધ ઉમેર્યો છે. ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-નોએલ બેરોટે કહ્યું કે આ સોદો ફક્ત ત્યારે જ માન્ય રહેશે જા ફ્રાન્સ તેનાથી સંતુષ્ટ હોય. બેરોટે કહ્યું કે અમારા વિના, યુએનમાં કંઈપણ આગળ વધી શકતું નથી. ફ્રાન્સને આ સોદામાં સામેલ કરવાની જરૂર છે. આ સોદા દ્વારા આપણા મુદ્દાઓને અવગણી શકાય નહીં.બેરોટનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે ઇરાન સોદામાં અવરોધ ઊભો કર્યો છે. લેબનોન પર ઇઝરાયલી હુમલાને કારણે સ્વિટ્ઝર્લૅન્ડમાં શાંતિ વાટાઘાટો અંગે અમેરિકા અને ઈરાન વચ્ચેની બેઠક રદ થઈ.
ન્યુઝ એજન્સી ફ્રાન્સેસ્કો સાથે વાત કરતા, બેરોટે કહ્યું કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે મોટા પાયે વાટાઘાટોની જરૂર છે. બેરોટના મતે, જ્યાં સુધી અમેરિકા ઈરાન સાથેની વાતચીતમાં ઈરાનના બેલિસ્ટીક મિસાઈલ કાર્યક્રમ અને પ્રોક્સી સંગઠનોને ટેકો આપવાનો સમાવેશ નહીં કરે, ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ પ્રાપ્ત થશે નહીં.બેરોટે જણાવ્યું હતું કે ફ્રાન્સને આ વાટાઘાટોમાં સામેલ કરવાની જરૂર છે. ત્યારે જ ચર્ચાઓ વાજબી રીતે થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જા ફ્રાન્સ શરતોથી સંતુષ્ટ નહીં થાય, તો તે ભવિષ્યમાં યુએન સુરક્ષા પરિષદના ઠરાવને વીટો કરશે. ફ્રાન્સ યુએનનો કાયમી સભ્ય પણ છે. આ કરારના ભાગ રૂપે, અમેરિકાએ ઈરાનને ખાતરી આપી છે કે તેના પર લાદવામાં આવેલા યુએન પ્રતિબંધો હટાવવામાં આવશે.









































