સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસેથી દારૂ, બીયરનો જથ્થો ઝડપાયો હતો. કલ્પેશભાઇ બાલુભાઇ બોસમીયા ના કબજામાંથી પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટીકની બોટલો નંગ-૬૨ કિ.રૂ.૧૮,૧૦૦ તેમજ બીયર ટીન નંગ-૨૧ કિં.રૂ.૨૫૨૦ મળી કુલ રૂ.૨૦,૬૨૦નો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ૧૦ લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.









































