ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમાજના કેજીથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાના સેટ, બોલપેન અને પેડ સહિતની શૈક્ષણિક સામગ્રી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ સર્વશ્રી જગદીશભાઈ ગામોટ, પિનાકીનભાઈ કવીશ્વર, અરુણભાઈ જોશી, સુનિલભાઈ ભટ્ટ, મનીષભાઈ ત્રિવેદી અને ઉપેનભાઈ જોશી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.