યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ દિવસોમાં ફક્ત તેની બેટિંગ માટે જ નહીં પરંતુ મેદાન પરના વિવાદ માટે પણ હેડલાઇન્સમાં છે. શ્રીલંકા છ સામે સુપર ઓવરમાં હાર બાદ દામ્બુલાના મેદાન પર જે બન્યું તેનાથી ક્રિકેટ જગત ચોંકી ગયું. હવે, આ વિવાદ પાછળનું સાચું કારણ બહાર આવ્યું છે.
રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક સુપર ઓવરમાં ભારત એ ટીમે ત્રિકોણીય શ્રેણીની મેચ હારી ગઈ. મેચ પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર હતા, ત્યારે વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા છ ના ખેલાડી વિશેન હલંબગે વચ્ચે ઉગ્ર દલીલ થઈ. પરિસ્થીતિ ઝડપથી શારીરિક ઝઘડામાં ફેરવાઈ ગઈ, અને અન્ય ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી.
ક્રિકબઝના અહેવાલો અનુસાર, શ્રીલંકાના ખેલાડી વિશેન હલંબગેની ટિપ્પણીથી ઝઘડો શરૂ થયો. મેચ જીત્યા પછી, તેણે વૈભવ સૂર્યવંશી તરફ જાયું અને કહ્યું, “મેચ પૂરી થઈ ગઈ છે, હવે ઘરે જાઓ.” આ ટોણો સાંભળીને, વૈભવે જવાબ આપ્યો, અને બંને ખેલાડીઓ વચ્ચે દલીલ વધી ગઈ. થોડીવારમાં, પરિસ્થીતિ એટલી ગરમ થઈ ગઈ કે તેઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને ઝપાઝપી થઈ. પરિસ્થીતિ વણસી રહી જાઈને, શ્રીલંકા છ અને ભારત છ ના અન્ય ખેલાડીઓએ પરિસ્થીતિને શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. જા કે, આ ઘટનાએ મેચનો રોમાંચક અંત બગાડ્યો.
આ વિવાદ વચ્ચે, સુપર ઓવર કરાવવાના નિર્ણય અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મેદાન પર લાઇટિંગ અપૂરતી હતી અને શ્રીલંકા છ ટીમ ટાઇ-બ્રેકરના પક્ષમાં નહોતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત છ ના કેપ્ટન તિલક વર્મા સુપર ઓવર કરાવવાના પક્ષમાં હતા અને તેમણે અમ્પાયરો સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી.
આ દરમિયાન, શ્રીલંકા ક્રિકેટના કેટલાક અધિકારીઓ માને છે કે તે સમયે સુપર ઓવર યોજવી જાઈતી ન હતી. અહેવાલો અનુસાર, આ ઘટના પછી, શ્રીલંકા છ ટીમમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં જઈને તેમના વર્તન માટે માફી માંગવા અંગે ચર્ચા થઈ હતી. જાકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.














































