જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે આઈ.ટી.આઈ. રાજુલા (ડુંગર રોડ) ખાતે ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળામાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા અને ધોરણ ૧૦, ૧૨, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, બી.એસસી, બી.ફાર્મ કે ઓટોમોબાઈલની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ માટે સરકારના ‘અનુબંધમ પોર્ટલ’ પર જોબસીકર તરીકે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે. વધુ માહિતી માટે અમરેલી જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો.










































