વધુ એક વખત વિદેશ જવના નામે છેતરપિંડી નો બનાવ સેટેલાઇટ પોલીસ ના ચોપડે નોંધવા પામ્યો છે. વિદેશમાં નોકરી અપાવવાનું સપનું બતાવીને યુવાનો સાથે લાખોની છેતરપીંડીની ઘટના સામે આવી છે. ઠગ ટોળકીએ કેનેડામાં નોકરીની લાલચ આપીને નકલી એલએમઆઇએ લેટર બનાવીને કૌભાંડ આચર્યું છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વિઝા કન્સલટન્સી નું કામ કરતા અલ્પેશ પટેલ એ ફરિયાદ નોંધાઇ છે.
ઓગસ્ટ-૨૦૨૩થી આરોપી જયેશ પટેલ, પદ્મિન પટેલ અને હાલ કેનેડામાં રહેતા યશ પટેલે વિઝા પ્રોસેસિંગના નામે ૯૮.૧૫ લાખ રૂપિયાની ઠગાઈ આચરી..આરોપીઓએ ચાર યુવાનોને કેનેડા વિઝા માટે એલએમઆઇએ લેટર આપ્યા હતા. આ લેટરના આધારે વિઝા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે બાદમાં એમ્બેસી સ્તરે તપાસ કરાવતા આ એલએમઆઇએ લેટર ખોટા હોવાનું સામે આવ્યું હતું.ખોટા દસ્તાવેજા ના કારણે ચારેય અરજદારોના વિઝા રિજેક્ટ થતાં ઠગ ત્રિપુટી નો પર્દાફાશ થયો હતો.
સેટેલાઇટ પોલીસની તપાસમાં સામે આવ્યું કે નકલી એલએમઆઇએ લેટર બનાવીને ઠગાઈનો માસ્ટર માઈન્ડ યશ પટેલ છે. જે કેનેડામાં પીઆર ધરાવે છે.. આ આરોપીએ પિતા જયેશ પટેલ અને સસરા પદ્મિન પટેલ સાથે મળીને કૌભાંડ આચર્યું હતું.. ફરિયાદી અલ્પેશ પટેલ ૨૦૧૫થી વિઝા કન્સલટન્સી નું કામ કરે છે. જેથી ૨૦૨૩માં આરોપી જયેશ પટેલ ના સંપર્કમાં આવ્યા હતા..જયેશ પટેલ એ પોતાનો દીકરો યશ પટેલ કેનેડાના પીઆર ધરાવે છે એટલે કેનેડાના એલએમઆઇએ વર્ક પરમીટ કરી આપશે.
જેથી યુવાનોને કેનેડાના વિઝા સરળતાથી મળી રહેશે..જે વિશ્વાસમાં ફરિયાદીએ ૪ યુવાનોના કેનેડાના વિઝા માટે ૯૮.૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ ટોળકીએ નકલી એલએમઆઇએ લેટર બનાવીને ઠગાઈ કરી હતી..સેટેલાઇટ પોલીસે વિઝા ઠગાઈ કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સેટેલાઇટ પોલીસે ઠગ ટોળકી પુત્ર યશ પટેલ, પિતા જયેશ પટેલ અને વેવાઈ પદ્મિન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે ભોગ બનનાર નિવેદ નો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.










































