ગીર સરહદના ગ્રામીણ વિસ્તારો અને ધારી તાલુકાના હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બનેલી અદ્યતન સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ડોક્ટરો વિહોણી બનવાની સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ અને મફત પ્રસુતિ (નોર્મલ તથા સિઝેરિયન) સારવારના કારણે અહીં દર્દીઓનો ભારે ધસારો રહેતો હતો, પરંતુ એક જ સપ્તાહમાં ત્રણ-ત્રણ ડોક્ટરોની જગ્યાઓ ખાલી થઈ રહી છે.
તાજેતરમાં જ એક ડોક્ટરે હોસ્પિટલમાંથી રાજીનામું આપી પોતાની ખાનગી હોસ્પિટલ શરૂ કરી દીધી છે. જ્યારે બીજી તરફ, છેલ્લા એક વર્ષથી અનેક જિંદગીઓ બચાવનાર મુખ્ય ગાયનેક ડોક્ટર પણ ટૂંક સમયમાં જ આ હોસ્પિટલ છોડીને જવાના છે. હોસ્પિટલમાં ડાયાલિસિસ, બ્લડ સ્ટોરેજ અને એક્સ-રે જેવી સુવિધાઓની માંગ પ્રબળ બની છે, ત્યારે નિષ્ણાત તબીબોની અછતથી જનતામાં રોષ છે. સ્થાનિક
જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે લોકપ્રતિનિધિઓ કાયમી ડોક્ટરોની નિમણૂક કરાવશે કે પછી પ્રજાને રામભરોસે છોડી દેવાશે?









































