વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સ અને સ્લોવાકિયાની બે દેશોની મુલાકાત માટે રવાના થયા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની તેમની વાતચીતનો મુખ્ય વિષય સંરક્ષણ સહયોગ હોવાની શક્તાયતા છે. મહત્વપૂર્ણ દરિયાઈ ક્ષેત્રમાં વધતી જતી વ્યૂહાત્મક સ્પર્ધા વચ્ચે ભારત તેની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને બંને નેતાઓ ખાસ કરીને સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
પીએમ મોદીએ એકસ પર લખ્યું, “આગામી થોડા દિવસોમાં, હું ફ્રાન્સ અને સ્લોવાકિયામાં રહીશ અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ, જેમાં દ્વિપક્ષીય વાટાઘાટો, બહુપક્ષીય બેઠકો અને ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીતનો સમાવેશ થાય છે. મારો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો રહેશે. આ મુલાકાત નાઇસમાં યોજાનારી ઘટનાઓથી શરૂ થશે, ખાસ કરીને ‘ઇન્ડિયા ઇનોવેટ્‌સ’ કાર્યક્રમ, જેમાં રાષ્ટ્રપતિ મેક્રોન પણ હાજરી આપશે.”
ભારત અને ફ્રાન્સ ‘ઇન્ડિયા-ફ્રાન્સ ઇનોવેશન યર’ ઉજવી રહ્યા છે. આમ, ‘ઇન્ડિયા ઇનોવેટ્‌સ’ એક જીવંત પ્લેટફોર્મ હશે જે ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન વર્લ્ડમાં સામેલ લોકોને એકસાથે લાવશે. નાઇસમાં, હું રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ વાતચીત કરીશ, જ્યાં આપણે ભારત-ફ્રાન્સ સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરીશું.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૩-૧૪ જૂને ફ્રાન્સના નાઇસની સત્તાવાર મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ૧૬-૧૯ જૂન દરમિયાન એવિયન અને પેરિસની મુલાકાત લેશે. ૧૪ જૂને, પ્રધાનમંત્રી મોદી નાઇસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જ્યાં બંને નેતાઓ ભારત-ફ્રાન્સ સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરશે.
૧૪ જૂનથી ૧૬ જૂન સુધી, પ્રધાનમંત્રી મોદી તેમના સ્લોવાકિયન સમકક્ષ રોબર્ટ ફિકોના આમંત્રણ પર સ્લોવાકિયાની રાજ્ય મુલાકાત લેશે. ૧૯૯૩માં દેશને સ્વતંત્રતા મળી ત્યારથી ભારતીય વડા પ્રધાન દ્વારા સ્લોવાકિયાની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રોબર્ટ ફિકો વાતચીત કરશે અને સહયોગના નવા ક્ષેત્રો માટેની શક્્યતાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી સ્લોવાકના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીને પણ મળશે.
એમઇએએ જણાવ્યું હતું કે, “આ મુલાકાત રેખાંકિત કરશે “ભારત સ્લોવાકિયા સાથે વેપાર, રોકાણ, ઓટોમોબાઈલ અને રેલ્વે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.”
તેમની મુલાકાતના ત્રીજા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી ૧૬-૧૭ જૂને એવિયનમાં જી-૭ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પાછા ફરશે. સમિટ દરમિયાન, તેઓ જી-૭ દેશોના નેતાઓ, તેમજ આમંત્રિત ભાગીદાર દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ સાથે વિવિધ વૈશ્વીક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ૧૮ જૂને, પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાતના અંતિમ તબૃક્કા માટે પેરિસ જશે, જ્યાં તેઓ અનેક દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે અને યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વિવાટેક સમિટમાં હાજરી આપશે.
તેઓ પેરિસમાં ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરે તેવી પણ અપેક્ષા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનની આગામી યુરોપ મુલાકાત ફ્રાન્સ, સ્લોવાકિયા અને ય્-૭ દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. જી-૭ માં પ્રધાનમંત્રીની હાજરી ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજ અને વૈશ્વીક પડકારોને સંબોધવામાં મુખ્ય ભાગીદાર તરીકે ભારતની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.”