બાબરા તાલુકાના વાલ્મિકી સમાજ શિક્ષણ સંગઠનના પ્રમુખ સંજયભાઈ પરમાર, ઉપપ્રમુખ નિલેશભાઈ પરમાર તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સારા ગુણ સાથે પાસ થયેલા બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, કંપાસ અને પાણીની બોટલ આપી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે સંગઠન અમરેલી જિલ્લાના પ્રમુખ પંકજભાઈ વાળા, ઉપપ્રમુખ ભાવેશ વાળોદરા, મહામંત્રી મુકેશભાઈ વાઘેલા, કુંકાવાવ તાલુકા પ્રમુખ સચિન ગોહેલ, અમરેલી શહેર સંગઠનનાં ઉપપ્રમુખ લાલજી ચાવડા, મંત્રી કેવલ વાઘેલા, મંત્રી રાહુલ ખેદર ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી સારા અધિકારી તથા જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપવાનો છે.










































