ગીરગઢડા તાલુકાના પાંડેરી ગામની પ્રાથમિક શાળાના તમામ ૮૨ વિદ્યાર્થીઓએ શિક્ષણકાર્યનો બહિષ્કાર કર્યો છે. શાળાના આચાર્યની કથિત મનમાની, નબળી કામગીરી અને કથળતા શિક્ષણ સ્તરને કારણે વાલીઓમાં ભારે અસંતોષ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્યની ઉદાસીનતાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯ થી ઘટીને ૮૨ થઈ ગઈ છે.
હંમેશાં સમરસ રહેતા આ ગામમાં શાળાના પ્રશ્ને ભારે ઉત્તેજના છે. વાલીઓએ ચીમકી આપી છે કે જો આચાર્યની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે, તો તેઓ આગામી શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરશે અને સામૂહિક રીતે બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવી લેશે. બીજી તરફ, આચાર્યએ મીડિયા સામે સંતોષકારક જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે બદલી કરાવીને ચાલ્યા જશે તેવું જણાવ્યું હતું