ધોરાજી નગરપાલિકાની બેદરકારીને કારણે એક દુઃખદ ઘટના બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીવાના પાણીના વિતરણ માટે મુકાયેલી વાલ્વ કુંડી લાંબા સમયથી ખુલ્લી હતી. આ દરમિયાન એક ગાય અચાનક કુંડીમાં પડી ગઈ હતી. ગાય કુંડીમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિક રહેવાસીઓએ દોઢથી બે કલાક સુધી જહેમત ઉઠાવી ગાયનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે, કુંડીમાં રહેલા વાલ્વનો ભાગ ગાયના પેટમાં ઘૂસી જતાં તે ઇજાગ્રસ્ત થઈ હતી. બાદમાં ગાયનું મોત નીપજયું હતુ.









































