અમરેલીના સરંભડા ગામના ખેડૂતને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.
આ અંગે રણજીતભાઈ મંગળુભાઈ વાળાએ અનિલભાઈ દુધાત, વિનુભાઈ દુધાત, પ્રફુલભાઈ દુધાત તથા વિનુભાઈના કાકાના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના ગામથી ધારી ગામે તલવાર લઈ રિપેરિંગ કરાવવા માટે જતા હતા, તે દરમિયાન હુલરિયા ગામના રસ્તા પર તેમને રોકીને ધક્કો મારી પાડી દેતાં પગના ભાગે ઈજા થઈ હતી. તેઓ ત્યાંથી નીકળી આગળ પુલ પાસે પહોંચતાં, આરોપીઓને માટીના ફેરા ભરવા બાબતે ના પાડ્યાનું મનદુઃખ રાખી અનિલભાઈ દુધાતે તેમની તલવાર ખેંચી લઈ મારી હતી.ઉપરાંત અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને પગમાં તેમજ માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. ડામોર ફરીયાદ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































