ખાંભાના ઇંગોરાળા ગામે લાઈટના અંજવાળે પત્તા ટીચતાં ૫ શખ્સો પકડાયા હતા. પોલીસે રૂ. ૧૪,૯૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બાલુભાઇ કાંતિભાઇ પરમાર, દિનેશભાઇ પ્રેમજીભાઇ પરમાર, બચુભાઇ મનસુખભાઇ વાઘેલા, ભાવેશભાઇ કરશનભાઇ સરવૈયા તથા સુરેશભાઇ ધીરૂભાઇ પરમાર જાહેરમા લાઈટના અંજવાળે ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૪,૯૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.









































