લાઠી તાલુકાના હિરાણા ગામ ખાતે ચાવંડ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારને આવરી લેતી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નાગરિકોની અરજીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ લાવવા પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.









































